કલોલના દંતાલી ખાતે ફાયરિંગની ઘટનાને પગલે ભયનો માહોલ સર્જાયો હતો. જેમાં નજીવી તકરારમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ઘર પાસે થતી અવરજવર બાબતે તકરાર થતા મામલો બિચક્યો હતો અને પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, ફાયરિંગમાં ૪ લોકો ઇજાગ્રસ્ત થયા છે જ્યારે એકનું મોત થયું છે.
કલોલના દંતાલી પાસે ગ્રીનવૂડ રેસિડેન્સી નામની સ્કીમ આવેલી છે. પ્લોટમાં આવવા-જવા બાબતે બે જૂથ વચ્ચે મનદુઃખ હતું, જેને લઇને મામલો બિચક્યો હતો. બે શખ્સો ધોકા લઈ ગ્રીનવૂડ પહોંચ્યા હતા. આ દરમ્યાન ફાયરિંગ થયું હતું.. ફાયરિંગમાં વિપુલભાઈ નામના વ્યક્તિ તથા અન્ય ત્રણ લોકોને ઈજા થઈ હતી .. ઇજાગ્રસ્તોમાં રીંકુભાઈ નામના યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પોલીસે આરોપી રમેશભાઈ ની ધરપકડ કરી છે.