અમરેલીમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના લોકપ્રતિનિધિઓ દ્વારા તાલુકાના વિવિધ ગામોના વિકાસલક્ષી કામોની સંકલન તથા ફરિયાદ સમિતિના પ્રશ્નો કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરે આ પ્રશ્નોને ગંભીરતાથી લઇ તાત્કાલિક અને કાયમી ધોરણે નિરાકરણ લાવવા અમલીકરણ કરવા અધિકારીઓને તાકીદ કરી એકથી વધુ વિભાગો સાથે સંકળાયેલ પ્રશ્નો બાબતે પરસ્પર સંકલન કરી આ પ્રશ્નો ઉકેલવા રચનાત્મક સૂચનો કર્યા હતા. આ મિટીંગમાં રાજકીય આગેવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.