અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા મતવિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને ધારી-બગસરા-ખાંભા મતવિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓએ રોડ-રસ્તા, સિંચાઈ, વીજળી, વિવિધ યોજનાના અમલીકરણ વગેરે પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરી હતી, જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં આ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ કહ્યુ કે, ચોમાસાની ઋતુ દરમિયાન અતિ ટૂંક સમયમાં ખૂબ વધુ પ્રમાણમાં વરસાદ વરસે તેવા સંજોગોમાં પાણી ભરાય નહિ અને પ્રજાજનોને હાલાકી ન પડે તે પ્રકારે આયોજન કરવા માટે રાજ્ય સરકારની સૂચના છે. જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્‌યા, જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલ, વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને ધારાસભ્ય જે.વી. કાકડીયા, કે.જે. જાડેજા, મહેશ નાકિયા, ડા. મેહુલ બરાસરા, લાઠી પ્રાંત અધિકારી નીરવ બ્રહ્મભટ્ટ, વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.