અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. કલેકટરે માર્ગ સલામતી અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લામાંથી પસાર થતાં માર્ગો પર અકસ્માત સંભવિત વિસ્તારોમાં ગતિરોધક લગાડવાની સૂચના આપવામાં આવી છે. અમરેલીથી બાબરા સિંગલ પટ્ટી રોડ પર જંગલ કટિંગની કામગીરી અંગે ચર્ચા થઈ હતી. સાવરકુંડલા રંધોળા રોડ, સેઢાવદર, વાઘણીયા ગામ પાસે, નાના લીલીયા ચોકડી અને સનાળિયા ચોકડી પર થર્મોપ્લાસ્ટ, કેટઆઈ અને મીડિયન માર્કરની કામગીરી રસ્તાનું કામ પૂર્ણ થયા બાદ કરવામાં આવશે. વાઘણીયા ગામ, સનાળીયા અને નાના લીલીયા ચોકડી પર જંકશન બોર્ડ લગાવવાનું કામ પૂર્ણ થયું છે.