અમરેલી જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મતદાર યાદી સુધારણા અન્વયે મતદાર નોંધણી અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. કલેકટરે નવેમ્બર માસ દરમિયાન યોજાનાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવવા તાકિદ કરી હતી. આ અંગે અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વેબકાસ્ટના માધ્યમથી તાલુકા મથકોએ ચૂંટણી અધિકારીઓ હાજર રહ્યાં હતા.