અમરેલી તાલુકાના બાબાપુર ગામે છેલ્લાં ઘણા સમયથી ગંદકીના ગંજ ખડકાયા હોવાથી રોગચાળો ફાટી નિકળવાની શકયતા સેવાઈ રહી હતી. જેથી ગામમાં ગંદકી હટાવવા માટે કલેકટરે ગ્રામ પંચાયતને આદેશ કરતા સરપંચ સહિત સદસ્યો અને ગામ અગ્રણીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. વર્ષો બાદ ગામમાં ગંદકીની સફાઈ કરવામાં આવતા ગ્રામજનોમાં પણ આનંદની લાગણી ફેલાઈ હતી. જા નિયમિત રીતે ગામમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે તો અનેક રોગચાળાથી બચી શકાય તેમ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.