રાજુલાની જે.એ.સંઘવી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ કલા મહાકુંભમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે. ૧૫ થી ૨૦ વર્ષની વય જૂથમાં વિવિધ કલા વિભાગોમાં વિદ્યાર્થીઓએ ઉમદા દેખાવ કર્યો છે. તાલુકા કક્ષાએ ચિત્રકલામાં રોહિત ગુજરીયા, હાર્મોનિયમમાં રાહુલ બાબરીયા, ભજન-લોકગીતમાં જયદીપ પરમાર અને સર્જનાત્મક કારીગરીમાં જયદેવ પરમારે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. આ સિદ્ધિઓથી પ્રેરાઈને વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં રોહિત ગુજરીયાએ ચિત્રકલામાં પ્રથમ, રાહુલ બાબરીયાએ હાર્મોનિયમમાં દ્વિતીય અને જયદીપ પરમારે ભજન-લોકગીતમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સફળતા પાછળ માર્ગદર્શક શિક્ષકો એચ.એન.જાદવ અને આર.એલ.વેકરીયાનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. શાળાના ટ્રસ્ટી બિપીનભાઈ લહેરી અને આચાર્ય જે.એમ.વાઘ સહિત સમગ્ર શાળા પરિવારે વિજેતા વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.