કલાવાટિકા ફાઉન્ડેશન દ્વારા નવેમ્બર-ર૦ર૧માં દિવાળી પર્વ નિમિત્તે રંગોળી કલા-ર૦ર૧નું ડિજિટલ કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં નાના-મોટા ૧૪૦ જેટલા સર્જકોએ ૪૩૦થી વધુ નયનરમ્ય રંગોળીઓ બનાવી પોતાની કલાથી સૌને મંત્રમુગ્ય કર્યા હતા. કલાકારોએ વિવિધ ચિત્રો દ્વારા રંગ અને દૃશ્યોને વાચા આપી જીવંત કર્યા હતા. તમામ ૧૪૦ સર્જકોને યાદગીરી રૂપે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.