કલાવાટિકા ફાઉન્ડેશન અમરેલી દ્વારા જૂન-ર૦રરમાં બાલગીત ગાયનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના-મોટા પપ કલાકારોએ રપ૦ થી વધુ બાલગીતો રજૂ કર્યા હતા. ‘છુકછુક ગાડી, ડુગડુગિયાવાળી, હૂતુતુતુ રમીએ, ફેરફુદરડી ફરતા, સાગરમાં નાવ, અજબ જેવી વાત, રૂપાળી ઢીંગલી, ચટક લાલ ચણોઠી, નાનુ પતંગિયુ, એકડે એક’ જેવા બાલગીતો રજૂ કરવામાં આવ્યા હતા. ગીતો રજૂ કરનાર કલાકારો હેમુબેન મોદી, ભક્તિ દવે, દક્ષાબેન મહેતા, મણિલાલ શ્રીમાળી, વિનયભાઇ ત્રિવેદી, ઋતુ મહેતા, નયનાબેન ઠક્કર, વીણાબેન અમીન, યોગીતા વૈદ્ય, ગીતા પટેલ સહિતને યાદગીરી રૂપે સર્ટીફિકેટ અપાયા હતા.