બાબરાના કર્ણુકી ગામે રહેતી એક પરિણીતા પર લગ્નના ૫ મહિનામાં જ સાસરિયાએ અમાનુષી અત્યાચાર ગુજારતાં મરવા મજબૂર થઈ હતી. જેને લઈ હાલ મોરબીના મોટી વાવડી ગામે રહેતા મૂળ ચોટીલાના ઢોકળવા ગામના છનાભાઈ વિરાભાઈ ઝાપડીયા (ઉ.વ.૫૦)એ કર્ણુકી ગામે રહેતા વિજયભાઈ વલ્લભભાઈ રોજાસરા, મંજુબેન વલ્લભભાઈ રોજાસરા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમની દિકરીના લગ્ન પાંચ મહિના પહેલા વિજયભાઈ વલ્લભભાઈ રોજાસરા સાથે થયા હતા. લગ્ન બાદ તેના પતિ, સાસુ-સસરા સાથે સંયુક્ત કટુંબમાં રહેતી હતી. બે મહિના સારી રીતે રાખ્યા બાદ ત્રણેક મહિનાથી ઘરકામ તથા ખેતીકામ બાબતે મેણા ટોણા મારતા હતા. તેમજ માનસિક દુઃખત્રાસ આપતા હતા. જેના કારણે તે મરવા મજબૂર બની હતી.