બાબરાના કર્ણુકી ગામે એક પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું હતું. બનાવ સંદર્ભે વિજયભાઈ વલ્લભભાઈ રોજાસરા (ઉ.વ.૩૨)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની દયાબેન (ઉ.વ.૨૪)ને ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેવા જવું હતું. જે બાબતે ઘરમાં ત્રણ-ચાર દિવસથી સામાન્ય બોલાચાલી થતી હતી. જેને લઈ લાગી આવતાં પોતાની મેળે રૂમમાં છતના લાકડા સાથે ચુંદડીથી અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા મરણ પામ્યા હતા. અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલામાં રહેતા સંજયભાઈ ચિનીલાલ બીંદ (ઉ.વ.૩૪)એ અગમ્ય કારણોસર પોતાની મેળે અનાજમાં નાંખવાની ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા.