મહિલાઓ દર મહિને માસિક સ્રાવની પીડાથી પીડાય છે. કર્ણાટક સરકારે કાર્યકારી મહિલાઓના સ્વાસ્થ્ય અને કાર્યસ્થળમાં સમાનતાને પ્રોત્સાહન આપવા માટે એક મોટો નિર્ણય લીધો છે. કર્ણાટક કેબિનેટે માસિક સ્રાવની રજા નીતિ-૨૦૨૫ ને મંજૂરી આપી. હવે, બધી કામ કરતી મહિલાઓને દર મહિને એક દિવસની પેઇડ પીરિયડ રજા આપવામાં આવશે.આ લાભ ફક્ત મહિલા સરકારી કર્મચારીઓને જ નહીં, પરંતુ કાપડ ઉદ્યોગ, બહુરાષ્ટ્રીય કંપનીઓ, આઇટી કંપનીઓ અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓને પણ મળશે.રાજ્યના કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ.કે. પાટીલે બેઠક બાદ બોલતા કહ્યું, “કેબિનેટે વ†ોથી લઈને માહિતી ટેકનોલોજી સુધીના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓ માટે ઓછામાં ઓછી એક દિવસની પેઇડ લીવને મંજૂરી આપી છે.” કેબિનેટે શ્રમ, માળખાગત સુવિધા, શહેરી વિકાસ, શિક્ષણ, સમાજ કલ્યાણ અને પર્યટન ક્ષેત્રોમાં અનેક મુખ્ય દરખાસ્તોને પણ મંજૂરી આપી છે.

કર્ણાટક સરકારે ૨૦૨૪ માં દર વર્ષે છ પીરિયડ લીવ આપવાનો પ્રસ્તાવ મૂક્્યો હતો, પરંતુ હવે તેને વધારીને દર મહિને એક દિવસ કરવાનો નિર્ણય લીધો છે, કુલ ૧૨ દિવસ. આ સાથે, કર્ણાટક હવે દેશના કેટલાક રાજ્યોમાંનું એક બની ગયું છે જ્યાં મહિલાઓને પીરિયડ લીવ આપવામાં આવે છે. બિહારમાં, મહિલાઓને દર મહિને બે દિવસની પીરિયડ લીવ મળે છે. ઓડિશાએ તાજેતરમાં સરકારી વિભાગોમાં કામ કરતી મહિલાઓ માટે એક દિવસની પીરિયડ લીવની જાહેરાત કરી છે.