કર્ણાટકમાં પ્રિ-મોન્સૂનની દસ્તકને કારણે હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદને કારણે સ્થળોએ પાણી ભરાવાને કારણે દુર્ઘટના સર્જાઈ હતી. જેના કારણે નવ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સાવચેતીના ભાગરૂપે તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી માટે દ્ગડ્ઢઇહ્લની ચાર ટીમો તહેનાત કરવામાં આવી છે. વરસાદને કારણે ૨૩ મકાનોને નુકસાન થયું હોવાનું જોણવા મળ્યું છે. મહેસુલ મંત્રી આર. અશોકે કહ્યું કે ચિકમંગલુર, દક્ષિણ કન્નડ, ઉડુપી, શિવમોગા, દાવણગેરે, હસન અને ઉત્તર કન્નડ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જોહેર કર્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ
બોમ્મઈએ બેંગ્લોરના વરસાદથી અસરગ્રસ્ત ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી.
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ બોમ્મઈએ બેંગ્લોરના વરસાદથી અસરગ્રસ્ત ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી. કર્ણાટકમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગે બે અને દિવસો સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ઉત્તરા કન્નડ જિલ્લામાં ભૂસ્ખલનની ચેતવણી જોરી કરી છે.વિવિધ સ્થળોએ પાણી ભરાવાના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદને કારણે ૨૦૪ હેક્ટર ખેતી અને ૪૩૧ હેક્ટર બાગાયતી પાકને નુકસાન થયું છે. આગામી દિવસોમાં વરસાદની ચેતવણીના કારણે ખેતરોમાં ઉભા પાકને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આસામમાં, ભારે વરસાદને કારણે, પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી પાટા નીચેની જમીન ધસી ગઈ હતી અને પાટા હવામાં ઝૂલવા લાગ્યા હતા.
આસામમાં પણ વરસાદ બાદ આવેલા પૂરે હાહાકાર મચાવી દીધો હતો. આસામમાં પૂર એવું હતું કે અનેક રેલવે સ્ટેશનોના પાટા પર કાદવ અને પાણી ભરાઈ ગયું હતું. ડિટોકચેરા રેલવે રૂટ પર ટ્રેનમાં કેટલાય મુસાફરો ફસાયા હતા. તેઓને એરલિફ્ટ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે પાટા નીચેની જમીન ધસી પડી હતી અને પાટા હવામાં ઝૂલવા લાગ્યા હતા. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડા અનુસાર આસામમાં પૂરના કારણે ૯ લોકોના મોત થયા છે. રાજ્યના ૨૭ જિલ્લાઓમાં ૬.૬૨ લાખથી વધુ લોકો પૂરથી અસરગગ્રસ્ત થયા છે. તેમાંથી સૌથી વધુ ૨.૮૮ લાખ લોકો માત્ર નાગાંવ જિલ્લાના છે.