એક સમયે દેશની સૌથી મોટી પાર્ટી કહેવાતી કોંગ્રેસ હવે પોતાની બાકી રહેલી ઈમેજને ખરાબ થતી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. પાર્ટી સતત તે બાબતોને મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહી છે જેથી કરીને તેમની સક્રિયતા રાજકારણમાં નોંધાય, પરંતુ કોંગ્રેસ પાર્ટીના કેટલાક દિગ્ગજ નેતાઓ મોદી સરકારના પ્રશંસક બની રહ્યા છે, જે પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ મોદી સરકારના જોરદાર વખાણ કર્યા છે.
કર્ણાટકના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા પ્રમોદ માધવરાજે પેજોવર મઠના વડા રહેલ વિશ્વેશ તીર્થ સ્વામીજીને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા પછી પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામ નિર્ધારિક કરવાનો ‘ટ્રેર્ન્ડ બની જશે.
ઉડુપીમાં એક કાર્યક્રમને સંબોધતા કોંગ્રેસના નેતા પ્રમોદ માધવરાજે જણાવ્યું હતું કે, “પહેલાં એવો ટ્રેન્ડ હતો કે જેઓ એવોર્ડ માટે અરજી કરે છે તેમને જ એવોર્ડ આપવામાં આવશે, પરંતુ મોદી સરકાર આવ્યા બાદ આ ટ્રેન્ડ બદલાઈ ગયો છે. જો કોઈ સારું કામ કરે છે, તો આપણે તેની પ્રશંસા કરવી જોઈએ.”
પ્રમોદ માધવરાજે વધુમાં કહ્યું કે, “હું બીજી પાર્ટીનો છું છતાં હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યો છું”. અત્રે જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે વિશ્વેશ તીર્થ સ્વામીજીને આધ્યાત્મિકકતાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજ્યા છે. તેમનો એવોર્ડ વિશ્વપ્રસન્ન તીર્થરુ દ્વારા પ્રાપ્ત થયો હતો.