હરીધામ સોખડાના સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલતા વિવાદમાં અલગ થયેલા જૂથ દ્વારા કરાતા અનેક લીટીગેશન પૈકી રાજકોટ મુકામે ટ્રસ્ટમાં ૩૩.૩૬ કરોડની છેતરપિંડીની ફરિયાદમાં પોલીસ ધરપકડની દહેસતથી સાધુ ત્યાગવલ્લભ સ્વામી (ટી.વી.સ્વામી) દ્વારા કરાયેલી આગોતરા જામીન અરજી હાઈકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે.આ અંગેની હકીકત મુજબ, સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના વડા સંત હરિપ્રસાદ સ્વામીના દેહવિલય બાદ સંપ્રદાયમાં પ્રબોધ સ્વામી જૂથ અને ટી.વી. સ્વામી જૂથ વચ્ચે વિખવાદ શરૂ થયા હતા.
દરમિયાન આણંદ જિલ્લાના વિદ્યાનગરના બાકરોલ મુકામે આત્મીય વિદ્યા ધામના મેનેજર પવિત્ર હર્ષદરાય જાનીએ સંપ્રદાયના જ રાજકોટ સર્વોદય કેળવણી સમાજ ટ્રસ્ટના ધર્મેશ રમેશચંદ્ર જીવાણી, વૈશાખી ધર્મેશ જીવાણી, નિલેશ બટુકભાઈ મકવાણા, ટ્રસ્ટના સેકેટરી અને વહીવટકર્તાઓ વિરૂધ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એફ.આઇ.આર. દાખલ કરી હતી, તેમાં સર્વોદય કેળવણી સમાજ ટ્રસ્ટ સાથે આરોપીઓની ઈન્ફીનિટી વર્કસ, ઓમની ચેનલ પ્રા.લી. કંપની સાથે ડમી કરાર કરી કરાર આધારીત કોઈ સેવા પુરી પાડેલ ન હોય અને આત્મીય ટેક ઉત્કર્ષ નામના બેંક એકાઉન્ટમાંથી મોટી રકમ ટ્રાન્સફર કરી ઉચાપત કરી હોવાનું તેમજ સર્વોદય કેળવણી સમાજ સંચાલીત જુદી જુદી સંસ્થાઓમાં ભુતીયા કર્મચારીઓ ઉભા કરી તેઓના ખાતામાં રૂપીયા જમા કરાવી આશરે ૩૦ કરોડની રકમનો અંગત લાભ માટે ઉચાપત કરી આશરે કુલ રૂા.૩૩.૩૬ લાખ સર્વોદય કેળવણી સમાજ ટ્રસ્ટમાં પુર્વયોજીત કાવતરું રચી આરોપીઓએ ટ્રસ્ટ સાથે છેતરપિંડી તથા વિશ્વાસઘાતનો ગુન્હો દાખલ કરાવેલ. જે સબબ પોલીસ દ્વારા ધરપકડની દેહસતથી સાધુ ત્યાગવલ્લભદાસ ગુરૂ હરીપ્રસાદદાસજી (ટી.વી.સ્વામી)એ એડવોકેટ સુરેશ ફળદુ મારફતે સેશન્સ અદાલતમાં કરેલી આગોતરા જામીન અરજી નામંજુર થઇ હતી.બાદ હાઈકોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરતા ત્યાગવલ્લભ સ્વામીની ધરપકડ સામે સ્ટે મેળવવામાં આવ્યો હતો. જે હુકમને ફરીયાદી પવિત્ર જાનીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં ટી.વી. સ્વામીને હાઈકોર્ટમાં ધરપકડ સામે મળેલ રક્ષણ ચાલુ રાખવામાં આવેલું અને તે અન્વયે રીઝનિંગ હુકમ કરવા હાઈકોર્ટને જણાવવામાં આવતા હાઈકોર્ટ દ્વારા ફરી મેટર સાંભળી ધરપકડ અન્વયે રીઝનિંગ ઓર્ડર કરતા તે હુકમ સામે ફરીયાદી પવિત્ર જાનીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશન કોર્ટે કડક વલણ અપનાવતા પરત ખેંચી હતી.બાદ ત્યાગવલ્લભ સ્વામીની હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી પેન્ડીંગ હતી. દરમીયાન ક્વોશિંગ પિટિશનમાં હાઈકોર્ટે પોલીસને ચોકકસ દિશા નિર્દેશ આપતો ફરમાવેલો હુકમ ફરીયાદી પવિત્ર જાનીએ ફરી સુપ્રીમ કોર્ટમાં પડકારતા ફરી સુપ્રીમ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવી ફરીયાદીની પિટિશન ફગાવી દઈ ટી.વી.સ્વામીનું અટકાયત સામેનું રક્ષણ ચાલુ રાખેલ હતું.બાદ ક્વોશિંગ પિટિશનમાં ડ્રાફટ ચાર્જશીટ રજુ કરવા હાઈકોર્ટે જણાવતા ડ્રાફટ ચાર્જશીટ આવી જતા ટી.વી. સ્વામીની ક્વોશિંગ પરત ખેંચી આગોતરા જામીન અરજી સંભળાય ત્યાં સુધી અટકાયત સામેનો સ્ટે લંબાવી આપવા કરેલી રજુઆત ગ્રાહય રાખી હતી, તેમાં ફરીયાદી પવિત્ર જાનીએ ફરી તે હુકમ સુપ્રીમ કોર્ટમાં પડકારતા ફરી તે પિટિશન પણ ફગાવી દઈ તથ્યોના આધારે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી ચલાવવા જણાવતા સિનિયર ધારાશાસ્ત્ર સુધીર નાણાવટી મારફત જણાવેલ કે ટી.વી. સ્વામીનું ફરીયાદમાં સીધી રીતે નામ નથી, સેક્રેટરી તરીકે ઉલ્લેખ છે, ટ્રસ્ટના વાર્ષિક હિસાબોનું નિયમ અનુસાર સી.એ. દ્વારા ઓડિટ થયેલ હિસાબો ચેરીટી ઓફીસમાં રજુ થઈ ગયા છે અને ઈન્કમટેક્ષ વિભાગ ધ્વારા સ્કુટીની કરી એસેસમેન્ટ ઓર્ડર પાસ કરવામાં આવેલ છે.
તેમા કોઈ કવેરી કે પ્રશ્ન ઉદભવેલ નથી, સહ આરોપીઓના જામીન થઈ ગયા છે, જે દલીલો રજૂઆતો અને રેકર્ડ પરના પુરાવાઓ ધ્યાને લઇને હાઇકોર્ટ દ્વારા સાધુ ત્યાગવલ્લભ સ્વામી ઉર્ફે ટીવી સ્વામીને આગોતરા જામીન ઉપર મુકત કરતો ચુકાદો ફરમાવ્યો છે. આ કામમાં આરોપી ટી.વી. સ્વામી વતી હાઈકોર્ટમાં વરિષ્ઠ ધારાશાસ્ત્ર સુધીર નાણાવટી, વૈભવ શક્તિ, વંદન બક્ષી, જાનકી જાડેજા તથા રાજકોટના ફોજદારી બાબતોના નિષ્ણાંત એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, જસ્મીન દુધાગરા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, અભય સભાયા રોકાયા હતા.