ખાંભા તાલુકાના જીકીયાળીમાં એક પાંચ વર્ષનો બાળક રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા તેનું ડૂબી જવાથી મોત નિપજયું હતું. પાણીના ટાંકામાં ડૂબી જવાથી બાળકના મોતની આ ઘટના બનતા સમગ્ર ગામમાં ગમગીની છવાઈ હતી. ગઇકાલે સવારના અગિયાર વાગ્યાથી સાંજના આઠેક વાગ્યા સુધીમાં ઘટના બની હતી. અહી રહેતા મોહનભાઇ હરદાસભાઇ ગરાસીયાનો પાંચ વર્ષનો પુત્ર રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા તેનુ ડૂબી જવાથી મોત થયુ હતું. બનાવ અંગે તેમણે ખાંભા પોલીસ મથકમાં જાણ કરી હતી. બનાવની વધુ તપાસ એએસઆઇ જે.આર.મહેતા ચલાવી રહ્યાં છે.