બોલિવુડ અભિનેત્રી કરિના કપૂર દરેક મુદ્દા પર પોતાની વાત રાખે છે. હાલમાં તેમણે પીરિયડ્સને લઈ ખુલ્લીને વાત કરી હતી. મેસ્ટુઅલ હાઈજીન ડે પર અભિનેત્રી કરીના કપૂરે પીરિયડ્સને લઈ વાત કરી તેમણે સોશિયલ મીડિયા પર પીરિયડ્સને લઈ પોસ્ટ શેર કરી હતી.
કરીના કપૂરે કહ્યું પીરિયડ્સ કોઈ સમસ્યા નથી પરંતુ આ લોકોમાં જાગરુક્તાનો અભાવ છે. કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી ગુજરાતની શાળાના વખાણ કર્યા હતા. કરીનાએ લખ્યું ગુજરાતની શાળામાં માસિક ધર્મ કોર્નર બનાવવામાં આવ્યા છે. આ સુરક્ષિત યોગ્ય પહેલ છે.અહીં વિદ્યાર્થીઓ કાર્ડ ગેમ્સ, રોલ-પ્લે એપ્રોન, ઇન્ટરેક્ટિવ મોડેલ અને પુસ્તકો દ્વારા પીરિયડ્સ વિશે જાણે છે અને શીખે છે. આ સુરક્ષિત યોગ્ય પહેલ છે.અહીં વિદ્યાર્થીઓ કાર્ડ ગેમ્સ, રોલ-પ્લે એપ્રોન, ઇન્ટરેક્ટિવ મોડેલ અને પુસ્તકો દ્વારા પીરિયડ્સ વિશે જાણે છે અને શીખે છે.કરીનાએ આગળ લખ્યું, ‘યુનિસેફ ઇન્ડીયાના સહયોગથી, સરકારે શાળાઓમાં એક ગેમ-ચેન્જિગ પહેલ શરૂ કરી છે. આ જૂની માન્યતાઓને તોડી રહ્યું છે.’ પીરિયડ્સ વિશે વાતચીતને સામાન્ય બનાવવામાં મદદ કરી રહ્યું છે.
જા આપણે બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરની વાત કરીએ તો કરીના કપૂર છેલ્લી વખત ફિલ્મ સિંધમ અગેનમાં જાવા મળી હતી. આ ફિલ્મમાં અવની કામત સિંધમના રોલમાં હતી. તે પહેલા ક્રુ, જાને જો, ધ બર્કિધમ મર્ડર્સ,લાલ સિંહ ચઢ્ઢા, અંગ્રેજી મીડિયમ, વીરે દી વેડિંગ, ગુડ ન્યુઝ, ઉડતા પંજાબ, કી એન્ડ કા, બ્રધર્સ જેવી ફિલ્મોમાં પણ જાવા મળી હતી. અંતે, કરીનાએ પોતાના સંદેશમાં લખ્યું, “ચાલો એક પીરિયડ્સ ફ્રેન્ડલી દુનિયા બનાવીએ. દરેક વિદ્યાર્થી માટે ખુલ્લી વાતચીત અને સલામત વાતાવરણને પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છે.









































