કરિયાણા ગામે રહેતી એક મહિલાએ તેના ઘર પાસે
વૃક્ષો વાવ્યા હતા. જેને નુકસાન પહોંચાડવા બદલ તેણે ઠપકો આપ્યો હતો. જેને લઈ બંને પક્ષોમાં જામી હતી. લક્ષ્મીબેન આંબાભઈ લાંબરીયાએ અશોકભાઈ વલ્લભભાઈ મકવાણા, મહેશભાઈ લાલજીભાઈ જતાપરા, રેખાબેન મહેશભાઈ જતાપરા, કૈલાશબેન અશોકભાઈ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ઘરે વૃક્ષો વાવેલ હોય તેને નુકસાન બાબતે ઠપકો આપતાં આરોપીએ તકરાર કરી ગાળો આપી હતી તેમજ મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. જે બાદ રેખાબેન મહેશભાઇ જતાપરા (ઉ.વ.૨૬)એ આંબાભાઇ કાળુભાઇ લાંબરીયા તથા લક્ષ્મીબેન આંબાભાઇ લાંબરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે તેના ઘર પાસે શેરીમાં પાણીની મોટર મૂકી હતી. જે બાબતે આરોપીને સારૂ નહી પાણીની મોટર બાબતે બોલાચાલી કરી, ગાળો આપી હતી. ઉપરાંત શરીરે આડેધડ માર મારી મુંઢ ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.પી.ડોડીયા વધુ તપાસ કરી રહ્યા છે.