સંસ્કારી નગરીને શર્મશાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. વડોદરામાં કરાટે ક્લાસના સંચાલકે સગીરા સાથે અડપલા કરવાની ઘટના સામે આવી છે. ઘનશ્યામ પાર્ક સોસાયટીના મકાનમાં ક્લાસ ચલાવતા સંચાલક વિકાસ સોઢીએ કરાટે શીખવા આવતી સગીરાને નિર્વસ્ત્ર કરી શરીર પર તેલની માલિશ કરી હતી. ત્યારે સગીરાની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.પોલીસે કોચની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરામાં યુવતીના દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં હજી સુધી પોલીસ આરોપીથી દૂર છે, ત્યાં વડોદરામાં કરાટે ક્લાસમાં પણ દીકરીઓ સલામત નથી તેવો બનાવ સામે આવ્યો છે. વડોદરાના ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં વિકાસ સોઢી નામનો શખ્સ કરાટે ક્લાસ ચલાવે છે. ત્યારે આ કરાટે સંચાલકે તેની પાસે કરાટે શીખવા આવતી સગીરાને શારીરિક અડપલા કર્યા હતા. તેણે કરાટે શીખવા આવતી સગીરાને નિર્વ† કરી તેના શરીર પર તેલની માલિશ કરી હતી. એટલુ જ નહિ, તેણે કરાટે કલાસમાં સંચાલક વિકાસ સોઢીએ સગીરાના ગાલ પર ચુંબન પણ કર્યા હતા. ત્યારે સગીરાએ આ વાતની જોણ તેની માતાને કરી હતી. જેથી સગીરાની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિકાસ સોઢી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. પોલીસે વિકાસ સોઢી સામે પોસ્કો એક્ટ, ૩૫૪છ, ૩૪૫મ્ મુજબ ગુનો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સુરક્ષા સલામતીની વ્યાખ્યા બદલાઈ રહી છે. એક સમયે ગુજરાત માટે એવુ કહેવાતુ હતુ કે, અહી યુવતીઓ રાત્રે પણ બિન્દાસ્ત ફરી શકે છે. પરંતુ હવે દીકરીઓ ટ્રેનમાં, કોચિંગમાં, સ્કૂલમાં ક્યાય સલામત નથી. આખરે કોણ છે એ નરાધમો જે ગુજરાતની ધરતીને બદનામ કરે છે? કેમ ફૂલ જેવી બાળકીઓ સાથે પણ આ પ્રકારની હરકતો થઇ રહી છે? પોતાની દીકરીની જેવી સગીરા પર હેવાનો કેમ ત્રાટકે છે? ક્યાં સુધી સમાજ વચ્ચે આવા શેતાનો બેફામ ફરતા રહેશે?