ધારીના કરમદડી ગામે પથારીમાં સૂતેલી બાળકીનું સર્પ દંશથી મોત થયું હતું. બનાવ અંગે પરેશભાઈ હિંમતભાઈ સીસણાદા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી બિન્તી (ઉ.વ.૭) ઘરે રાત્રે પથારીમાં સૂતી હતી ત્યારે ઝેરી સર્પે આવી ખભા પર દંશ મારતા સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.બી.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.