ધારીના કરમદડી ગામના પાટીયા પાસેથી બાઇક લઈને પસાર થતાં યુવકને અટકાવી તેની તલાશી લેતાં પાંચ બોટલ દારૂ મળી આવ્યો હતો. જેને લઈ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હર્ષદભાઇ સિસણાદા (ઉ.વ.૧૯) નામનો યુવક બાઇક લઇને પસાર થતો હતો ત્યારે તેની પાસેથી અંગ્રેજી દારૂની પાંચ સીલબંધ બોટલો મળી આવી હતી. તેણે આ બોટલો દોઢ મહિના પહેલા ગઢીયા-પાતળા ગામનો શૈલેષ વાળા આપી ગયો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે દારૂની બોટલ, બાઇક મળી કુલ ૩૬,૮૭૫ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ધારી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એન.એમ.પોપટ વધુ તપાસ કરી રહ્યા છે. રાજુલાના છતડીયા રોડ પર એસ.ટી.વર્કશોપ નજીકથી એક યુવક પાસેથી ભારતીય બનાવટના પરપ્રાંતના ઈંગ્લિશ દારૂની બોટલ મળી આવી હતી.