બિગ બોસ ૧૫માં તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાના સંબંધ સતત વણસી રહ્યા છે. પહેલા કરણ કુન્દ્રાએ રશ્મિને જણાવ્યું કે, તેણે તેજસ્વી પ્રકાશને કારણે શમિતા શેટ્ટી સાથે વાત કરવાનું બંધ કરી લીધુ હતું. રશ્મિ દેસાઈ દ્વારા કહેવામાં આવેલી અમુક વાતોને કારણે કરણ અને તેજસ્વી વચ્ચે મોટી લડાઈ થઈ ગઈ છે. પ્રોમોમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે કરણ અને તેજસ્વીની કોઈ કારણોસર બોલાચાલી થાય છે અને પછી કરણ ગુસ્સામાં આવીને ડાઈનિંગ ટેબલ પર ગ્લાસ ફેંકે છે. આ સમયે તેજસ્વી પણ ત્યાં હાજર હોય છે. પ્રોમોમાં જાઈ શકાય છે કે રશ્મિ દેસાઈ કરણ કુન્દ્રા પાસે જઈને કહે છે કે તેજસ્વીને તેનાથી(રશ્મિથી) કોઈ સમસ્યા છે. તે ઘણી વધારે ઈનસિક્યોર થઈ રહી છે. આ સાંભળીને કરણ કહે છે કે, તેણે જે કહ્યું તેને હું પ્રોત્સાહન નહીં આપુ. બીજા સીનમાં રશ્મિને તેજસ્વી કહે છે કે, જા તેણે આ વાતનો મુદ્દો બનાવવો હોય તો જણાવી દે. રશ્મિ કહે છે કે આ બધી શરુઆત તેજસ્વીએ જ કરી છે. ડાઈનિંગ ટેબલ પર રશ્મિ, કરણ અને તેજસ્વી બેઠા હોય છે. આ દરમિયાન રશ્મિ અને તેજા વાત કરે છે અને તેજસ્વી ઈરિટેટ થઈ જાય છે. કારણકે રશ્મિ તેને બોલવા જ નથી દેતી. તેજસ્વી રશ્મિને હાથ જાડીને કહે છે કે, મને બોલવા દે, પરંતુ રશ્મિ વારંવાર તેની વાત કાપે છે. આખરે તેજા ચીસ પાડીને કહે છે કે, તુ મહેરબાની કરીને મારી વાત ના કાપ. આ દરમિયાન કરણ તેજસ્વીને શાંતિથી વાત કરવાનું કહે છે. તેજસ્વી વધારે ગુસ્સે થઈ જાય છે અને કહે છે, તું મને જેટલી વાર વધારે આરામથી વાત કરવાનું કહીશ, હું તેટલી વધારે હાઈપર થઈશ. એક સીનમાં તેજા કરણને કહે છે કે તે એકવાર વાત સાંભળી લે, પરંતુ કરણ ઉઠીને ત્યાંથી જતો રહે છે. ત્યારપછી તે ચીસો પાડીને આવે છે અને હાથમાંથી કપને જારથી ફેંકે છે. તે કહે છે કે, વાત કરવાનો કોઈ વિવેક હોય છે. હું અહીંયા કોઈની બકવાસ સાંભળવા નથી આવ્યો. આ કોઈ રીત નથી મારી સાથે વાત કરવાની. પ્રોમોના અંતમાં બતાવવામાં આવ્યું કે તેજસ્વી પોતાના આંસુ સાફ કરતી કરતી કિચન એરિયાથી બહાર જતી રહે છે. આગળના એપિસોડમાં વિસ્તારપૂર્વક જાવા મળશે કે કરણ અને તેજસ્વી પોતાની લડાઈનું નિરાકરણ કેવી રીતે લાવશે અને તેમની વચ્ચેના મતભેદો દૂર થશે કે કેમ.