સાવરકુંડલા તાલુકાની કરજાળા પ્રાથમિક શાળા ખાતે અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન (છૈંહ્લ) દ્વારા અમલમાં મૂકાયેલા ‘દિપશાળા પ્રોજેક્ટ’ હેઠળ ટેબલેટ વિતરણ અને શૈક્ષણિક સંવાદ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પ્રોજેક્ટના હેડ હાર્દિક સરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન, ધોરણ ૭ના વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા, જે તેમને આધુનિક અને ઇન્ટરેક્ટિવ શિક્ષણ પદ્ધતિઓ સાથે જોડાવાની તક પૂરી પાડશે.







































