અમરેલી પંથકમાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયુ છે. બાગાયતી પાકનું વાવેતર કરનારા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ભારે પવનને કારણે અમરેલી તાલુકાના વિસ્તારોમાં મકાનો, ફરજા અને ખેડૂતોના કાળા તલ, બાજરો, જુવાર, ડુંગળી સહિતના પાકને ભારે નુકસાન થયુ હોવાથી નુકસાનીનો સર્વે કરવા અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરીયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.