રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોના પાકને બગાડ્‌યો છે. રાજુલા તાલુકામાં ગઈકાલે ૧૦ ઇંચ જેવો વરસાદ ખાબકતા ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે અને ખેતીના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી સહાય જાહેર કરવામાં આવે તે માટે રાજુલા યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.