રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. અનેક જિલ્લાઓમાં તૈયાર પાકને ભારે નુકસાન થવાથી ખેડૂતોના સપના ભાંગી પડ્યા છે. ખાસ કરીને મગફળી, કપાસ, સોયાબીન અને ડાંગર જેવા પાકને ભારે નુકસાન થયું છે. પાક ઉતારવાની તૈયારી વચ્ચે પડેલા વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.આ અણધાર્યા માવઠાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવી હતી. બેઠકમાં કૃષિ વિભાગ તેમજ રાહત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ સ્થિતિની વિગતવાર માહિતી મેળવી અને તાત્કાલિક અસરથી પાક નુકસાનના સર્વે કરવા આદેશ આપ્યો છે. સાથે જ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જઈ સ્થળ પર પરિસ્થિતિની સમીક્ષા કરવા પણ સૂચના આપી છે.પ્રાપ્ત માહિતી મુજબ, કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમ્ન વાજા, નરેશ પટેલ અને જયરામ ગામિત સહિતના મંત્રીઓને સંબંધિત વિસ્તારોમાં તાત્કાલિક જવા કહ્યું છે. તેઓ જિલ્લા તંત્ર સાથે સમન્વયમાં રહી ખેડૂતોને સહાય અને રાહત કાર્ય સુનિશ્ચિત કરશે. વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં રોડ, કોઝવે અને નદી-બ્રિજના ડાયવર્ઝન પણ ધોવાઈ જવાથી ગ્રામીણ વિસ્તારોમાં અવરજવર ખોરવાઈ ગઈ છે. અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા તંત્રને મુશ્કેલી પડી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાતા ખેતરોમાં ઊભેલા પાક સંપૂર્ણપણે ભીંજાઈ ગયા છે.રાજ્ય સરકારે તાત્કાલિક સૂચના આપી છે કે, પાક નુકસાનના સર્વે પૂર્ણ થયા બાદ તાત્કાલિક રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવે. ત્યારબાદ નુકસાનના આધારે ખેડૂતોને સહાયની જાહેરાત કરવાની શક્્યતા છે. તંત્રના પ્રાથમિક અંદાજ મુજબ, સૌરાષ્ટÙ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સૌથી વધુ નુકસાન નોંધાયું છે. ખાસ કરીને અમરેલી, જૂનાગઢ, રાજકોટ, સુરત અને નવસારી જિલ્લામાં પાકની હાલત ખરાબ હોવાનું જાણવા મળે છે.મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે, “ખેડૂતોને રાહત મળે એ માટે દરેક સ્તરે ઝડપથી કામગીરી થવી જાઈએ. સર્વેની પ્રક્રિયામાં વિલંબ સહન નહીં કરવામાં આવે.” આ રીતે રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી “ગ્રાઉન્ડ ઝીરો એક્શન” પર ઊતરી છે, જેથી વરસાદથી પીડિત ખેડૂતોને યોગ્ય મદદ વહેલી તકે મળી રહે.









































