અમરેલી તાલુકાના કમીગઢ ગામે રહેતી એક યુવતીનો જાહેરમાં બજાર વચ્ચે હાથ પકડી, બળજબરીપૂર્વક વાત કરવા યુવકે દબાણ કર્યુ હતું. ઉપરાંત જો વાત નહીં કરે તો હું તને તથા તારા માતા-પિતાને ગામમાં બદનામ કરીશ તેમ કહી ડરાવી ધમકાવી હતી. બનાવ અંગે યુવતીની માતાએ દિપક ગોવિંદભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી અવાર-નવાર તેમની દીકરીનો પીછો કરતો હતો. તેમની દીકરીની મરજી ન હોવા છતાં જાહેરમાં બજાર વચ્ચે હાથ પકડી, બળજબરીપૂર્વક વાત કરવા દબાણ કરતો હતો. ઉપરાંત જો વાત નહીં કરે તો હું તને અને તારા માતા-પિતાને ગામમાં બદનામ કરીશ તેમ કહી ડરાવી ધમકાવી હતી.અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.કે.પાંડવ વધુ તપાસ કરી રહ્યા છે.