અમરેલી જિલ્લામાંથી સરેરાશ બીજા કે ત્રીજા દિવસે સગીરાને ભગાડી જવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતી રહે છે. કમીગઢ ગામે રહેતી એક સગીરાને જાળીયા ગામનો યુવક લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો. આ બનાવ અંગે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી.
સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ઘરેથી જાળીયા ગામ સુધીમાં કોઇ પણ સ્થળેથી નાજ રૂસ્તમભાઈ ચૌહાણ નામનો યુવક તેની દીકરીને લગ્ન કરવાની લાલચ આપીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે તેમના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર પી.બી.લક્કડ વધુ તપાસ કરી રહ્યા છે.