અમરેલી, તા.૪
અમરેલીના કમીગઢ ગામે આવેલા ખોડિયાર મંદિર આશ્રમે ધાડપાડુઓ ત્રાટક્યા હતા. જેને લઈ મહંતે અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહંતશ્રી રામદાસબાપુ (ઉ.વ.૫૩)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, અજાણ્યા ચોર ઇસમો કમીગઢ ખોડિયાર મંદિર ખાતે આવેલ ખોડિયાર માતાની મૂર્તિ ઉપર ચડાવેલ સોનાનો ચાંદલો, કાનની સોનાની બુટ્ટી, ચાંદીના છડા, ધાતુના ખોટા રજવાડી ઘાટના ત્રણ નંગ હાર મળી કુલ આશરે કિ.રૂ.૨૦,૭૦૦ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર જે.એમ.દવે વધુ તપાસ કરી રહ્યા છે.