કમીગઢ ગામે રહેતી અને આંગણવાડી વર્કર તરીકે કામ કરતી એક યુવતીનું બીમારીના કારણે મોત થતાં પરિવાર શોકમય બની ગયો હતો. આ અંગે મનસુખભાઈ લાલજીભાઈ પરવાડીયા (ઉ.વ.૬૨)એ જાહેર કર્યા મુજબ તેમની દીકરી વૈશાલીબેન (ઉ.વ.૩૧)ને સંધિવાની બીમારી હતી. જેથી ચક્કર આવતાં નીચે પડી ગઈ હતી અને જકડાઈ જતાં મરણ પામી હતી.