લીલીયા ખાતે રેશનીંગના દુકાનદારોએ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને ૧ નવેમ્બર, ૨૦૨૫થી વિતરણથી અળગા રહેવાની ચીમકી આપી છે. તેમની મુખ્ય માંગણીઓમાં કમિશન રૂ.૧૫૦ થી વધારીને રૂ.૩૦૦ કરવું, માસિક મિનિમમ કમિશન રૂ.૩૦,૦૦૦ કરવું, સર્વરની ખામીઓ દૂર કરવી, વારસાઈનો નિયમ લાવવો અને અન્યાયી પરિપત્રો જેમ કે ૮૦% તકેદારી સમિતિની બાયોમેટ્રિક હાજરી રદ કરવાની માંગણીઓ કરવામાં આવી છે.








































