ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણી ૧૯ ઓક્ટોબરથી શરૂ થવાની છે. આ ખૂબ જ અપેક્ષિત શ્રેણી પહેલા, ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પેટ કમિન્સ ઈજાને કારણે ભારત સામેની વનડે શ્રેણીનો ભાગ રહેશે નહીં. જાકે કમિન્સ ભારત સામે રમતા જાવા મળશે નહીં, તેમણે વનડે શ્રેણી અંગે એક મોટું નિવેદન આપ્યું છે, જે હેડલાઇન્સમાં છે. પેટ કમિન્સે પોતાની સર્વકાલીન શ્રેષ્ઠ વનડે ઇલેવન ટીમ પસંદ કરી છે, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનો સમાવેશ થાય છે. જાકે, અહીં આશ્ચર્યજનક વાત એ છે કે કમિન્સે પોતાની ટીમમાં ફક્ત ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ કર્યો છે, જ્યારે આઠ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના છે.સ્ટાર સ્પોર્ટ્‌સ સાથેની વાતચીતમાં, પેટ કમિન્સે સ્પષ્ટતા કરી કે તે પોતાની ટીમમાં ફક્ત નિવૃત્ત ખેલાડીઓનો જ સમાવેશ કરશે. આ નિયમને કારણે, વિરાટ અને રોહિત જેવા વર્તમાન ભારતીય અને ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડીઓને આ ટીમમાં સ્થાન મળી શક્યું નથી. કમિન્સે પોતાની ટીમમાં ઓપનર તરીકે ડેવિડ વોર્નર અને સચિન તેંડુલકરને પસંદ કર્યા છે, ત્યારબાદ મિડલ ઓર્ડરમાં રિકી પીન્તિંગ અને સ્ટીવ સ્મિથ છે. સ્મિથે આ વર્ષની શરૂઆતમાં આઇસીસી ચેમ્પિયન ટ્રોફી પછી  વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. બીજી તરફ, પીન્તિંગનો વનડે ફોર્મેટમાં ભારત સામે ઉત્તમ રેકોર્ડ  છે.કમિન્સે શેન વોટસન, માઈકલ બેવન અને એમએસ ધોનીને અનુક્રમે પાંચમા, છઠ્ઠા અને સાતમા ક્રમે મિડલ ઓર્ડરમાં રાખ્યા છે. બેવન અને ધોનીને વનડે ઇતિહાસના શ્રેષ્ઠ ફિનિશરોમાં ગણવામાં આવે છે, જ્યારે વોટસન તેમના સમયનો એક મહાન ઓલરાઉન્ડર હતો.બોલિંગ વિભાગમાં, કમિન્સે બ્રેટ લી, ગ્લેન મેકગ્રા અને ઝહીર ખાનને ઝડપી બોલર તરીકે સામેલ કર્યા છે, જ્યારે શેન વોર્નને એકમાત્ર સ્પિનર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ બોલિંગ આક્રમણને વિશ્વના શ્રેષ્ઠ વનડે આક્રમણોમાંનું એક ગણી શકાય. એકંદરે, પેટ કમિન્સની સંયુક્ત ટીમ ખૂબ જ સંતુલિત લાગે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે, ઘણા બધા ભારતીય મહાન ખેલાડીઓ હોવા છતાં, તેણે ફક્ત ત્રણ ભારતીયોને જ સામેલ કર્યા છે.પેટ કમિન્સની ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેષ્ઠ વનડે ઇલેવનઃ ડેવિડ વોર્નર, સચિન તેંડુલકર, રિકી પીન્તિંગ, સ્ટીવ સ્મિથ, શેન વોટસન, માઈકલ બેવન, એમએસ ધોની, બ્રેટ લી, શેન વોર્ન, ઝહીર ખાન અને ગ્લેન મેકગ્રા.