અમરેલીની કમાણી સાયન્સ અને પ્રતાપરાય આટ્‌ર્સ કોલેજ ખાતે ગત તા.૮ના રોજ મુંબઈની પેરામેટ્રિકસ સોફટવેર કંપની દ્વારા બીસીએ અને બીએસસી કોમ્પ્યુટર એપ્લીકેશન કોર્ષના વિદ્યાર્થીઓના નોકરી માટેના ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા. જેમાં કુલ ૧૦ વિદ્યાર્થીઓ સારા પગાર સાથે પસંદગી પામ્યા હતા. કંપનીના વિશાલભાઈ દેવમુરારી તેમજ કોલેજ આચાર્ય અતુલભાઈ પટેલ હાજર રહ્યાં હતા.