કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટસ કોલેજના BCA વિભાગે શિક્ષક દિવસની ઉજવણી એક અનોખી રીતે કરી. વિભાગના FY, SY, TY ના વિદ્યાર્થીઓએ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન આપ્યા, જ્યારે TYBCA ના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ કોમ્પિટિશનમાં ભાગ લીધો. RED & WHITE ક્લાસના પ્રશાંત યાદવે પ્રોજેક્ટ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછ્યા અને વિજેતાઓને મોમેન્ટો તથા ભેટ આપી સન્માનિત કર્યા. કાર્યક્રમમાં અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઇ ધાનાણી, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજના કો-ઓર્ડિનેટર અભિષેકભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. મ્ઝ્રછ વિભાગના હેડ વિપુલભાઈ બાલધા અને તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી.