કમાણી સાયન્સ અને પ્રતાપરાય આટ્‌ર્સ કોલેજમાં ૨૦૦૮થી BCA વિભાગ કાર્યરત છે. આ કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કરી વિદ્યાર્થીઓ પોતાની ઉમદા કારકિર્દી બનાવી રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓ IT ક્ષેત્રમાં, કેટલાંક વિદેશમાં તો કેટલાંક નામાંકિત સોફટવેર કંપનીમાં પોતાની પ્રતિભાના ઓજસ પાથરી રહ્યા છે. આ કોલેજમાં જિલ્લાની પ્રથમ અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ સાથે ઇન્ટરનેટ, નેટવર્ક તેમજ સર્વરની સુવિધા સાથે પ્રેક્ટીકલ નોલેજ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે સ્ટડી ટુર, સેમિના૨, અદ્યતન પુસ્તકાલય, આકર્ષક વિશાળ સ્પોટ્‌ર્સ ગાર્ડન, સંપુર્ણ હવાઉજાસ તેમજ હરિયાળું વાતાવરણ તેમજ ઉદ્યોગોની મુલાકાત દ્વારા હરીફાઇના યુગમાં સર્વાંગી જ્ઞાનથી સંપન્ન કરવાની સ્ટાફ તથા મેનેજમેન્ટ જહેમત ઉઠાવી રહ્યા છે. હજુ વધારે વિદ્યાર્થીઓ આ કોલેજમાં જોડાઇને ઓછી ફીમાં ઘરઆંગણે ઉત્તમ શિક્ષણ મેળવે તેવા ધ્યેય સાથે આ કોલેજ પ્રયત્નશીલ છે.