સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ૧૭૩મી ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે. આ ફિલ્મમાં તેમની સાથે કમલ હાસન લીડ રોલમાં જાવા મળશે. ફેન્સને બન્નેની આ ફિલ્મની જાહેરાતની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. હવે, નિર્માતાઓએ થલાઈવર ૧૭૩ વિશે ડાયરેક્ટરથી લઈને રિલીઝ ડેટ સુધીની વિગતો જાહેર કરી છે. કમલ હાસને સોશિયલ મીડિયા પર ફિલ્મ વિશે પોતાની એક્સાઈટમેન્ટ વ્યક્ત કરી છે.રજનીકાંત અને કમલ હાસનની આ ફિલ્મને લઈ એવા અહેવાલો હતા કે, આ ફિલ્મને નેલ્સન અથવા લોકેશ કનાગરાજ ડાયરેક્ટર કરશે. જા કે, ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સ સાથે ખુલાસો થઈ ગયો છે કે, આ ફિલ્મને સુંદર સી દિગ્દર્શન કરશે. જા કે, ફિલ્મનું ટાઈટલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ફિલ્મની એનાઉન્સમેન્ટે ફેન્સને એક્સાઈટેડ કર્યા છે.કમલ હાસને એક્સ પર રજનીકાંત અને સુંદર સી સાથેના પોતાના ફોટા શેર કરતા થલાઈવર ૧૭૩ની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી. આ ફિલ્મ પોંગલ ૨૦૨૭ના રોજ સિનેમાઘરોમાં આવશે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, “પવનની જેમ, વરસાદની જેમ, નદીની જેમ ચાલો વરસાદ કરીએ, આનંદ કરીએ, જીવીએ. સુંદર સી દ્વારા દિગ્દર્શિત અને રાજકમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત અભિનય કરશે. થલાઈવર ૧૭૩, પોંગલ ૨૦૨૭.”કમલ હાસને પોસ્ટમાં એક નોટ પણ શેર કરી છે, જેમાં તેમની અને રજનીકાંતની મિત્રતા વિશે વાત કરવામાં આવી છે. તેમાં લખ્યું છે કે, “આ ઐતિહાસિક સહયોગ માત્ર ભારતીય સિનેમાના બે દિગ્ગજ શક્તિઓને એકસાથે નથી લાવી રહ્યા, પરંતુ સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હાસન વચ્ચે પાંચ દાયકાની મિત્રતા અને ભાઈચારાની પણ ઉજવણી કરે છે. એક એવું બંધન જે કલાકારો અને દર્શકોની પેઢીઓને પ્રેરણા આપતું રહેશે.”















































