ગંગાજીના કાંઠે કાશીનગરીનો .સ. ૧૩૯૮ના વાત કરીએ તો નુરાઅલી જયારે કપડા ધોતો હતો ત્યારે તરત જન્મેલ બાળક તણાઇને આવી રહ્યો હતો. એને જાતાજ નુરઅલીએ લઇ લીધો. તેને સંતાન ન હતું. તેથી જતન કરી બાળકને ઉછેરી બાળકને મોટો કર્યો. એ વિસ્તારમાં મુસ્લિમ લોકોની વસ્તી હતી. નુરાઅલીએ પુત્રનું નામ કબીર રાખેલું એ કબીર બહાર છોકરાઓ સાથે રમતો તેમા કબીરને રામકૃષ્ણ નામ હૈયામાં વસી ગયું. એના ભÂક્ત ભાવ તરફ લગની લાગી.
પણ મુસલમાન પાલક માતા પિતાને ન ગમ્યું તેઓ કબીરને સતાવવા લાગ્યા. ઇશ્વર કૃપાએ કબીર તેમાંથી છુટી ખરો ધર્મ કયો છે. તેની શોધ કરવા લાગ્યા. પણ તેમને મન શાંતી મળી નહી. તે સમયે રામાનંદ નામના એક સિધ્ધ પુરૂષ હતાં અને કાશીમાં જ એ રહેતા હતાં. બસ એના ઉપદેશથી કબીરને શાંતી મળી એટલે તેમણે ગુરૂમંત્ર લીધો. તેમના બોધથી કબીરને દિવસે દિવસે સાચી વસ્તુ સમજાણી કે હિન્દુ – મુસલમાન બન્ને ધર્મ સરખા જ છે. બન્ને ધર્મના લોકો ધર્મ કાર્યમાં અનેક પ્રકારના વાંધા વચકા કાઢે છે તેથી તેમને ઉઘાડો બોલ આપવા લાગ્યા. સૌ લોકો પોતપોતાની સમજ પ્રમાણે ધર્મ પાળો એમાં કાંઇ થાય નહી. થોડા દિવસ ધમાલ થઇ પણ કબીરસાહેબના શિષ્યો વધવા લાગ્યા એથી ધમાલ શાંત પડી ગઇ.
કબીર સાહેબ કાપડ વણીને ગુજરાત ચલાવતા હતાં. તેમના પુત્ર – પુત્રીના નામ કમાલ અને કમાલી હતું. તે પોતે અલ્પાહારી ધ્યાની, આનંદી હોય ગૃહસ્થ સંન્યાસી હતા.
કાશી પાસે મધહર ગામમાં ઇ.સ. ૧પ૧૭માં એકસો વીસ વર્ષ જીવીને તેમણે દેહ છોડયો હતો. કબીરસાહેબના ઉપદેશનો અર્થ એ હતો કે
‘ ઇશ્વર અમુક સ્થાને છે એવું નથી. માણસ પોતે ધર્મ પ્રમાણે ચાલે તેનો ઇશ્વર મળે એમણે અનેક પદો લખ્યા છે. અને કહેવાય છે કે કબીર સાહેબ ફરતા ફરતા નર્મદાનાં કાંઠે આવેલા. ત્યાં એમણે એક વડનું મુળિયુ દાતણ કરીને જમીનમાં દાટેલું ત્યાં વડ ઉગેલ એ કબીરવડના દર્શન કરવા અનેક યાત્રાળુ આવે છે.એમના પંથમાં શિષ્ય થવા કરે છે. પણ તેમણે (૧) મધમાંસનું સેવન નહી કરૂ (ર) અસત્ય આચરણ નહી રાખુ (૩) પાપ નહી કરૂ આવા સોગન નવા આવનાર શિષ્યને ખાવા પડે છે. એટલે તે કબીરપંથી થાય છે.