કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ જી-૨૩ના મુખ્ય પ્રણેતા રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ૧૬મેના રોજ કોંગ્રેસમાંથી મે રાજીનામું આપી દીધું છે અને સમાજવાદી પાર્ટીએ તેમને રાજયસભાના ઉમેદવાર બનાવ્યા છે અને સિબ્બલે આજે સપાના સમર્થનથી રાજયસભાના સભ્ય તરીકે ઉમેદવારીપત્રક ભર્યું હતું
કપિલ સિબ્બલે કહ્યું કે સ્વતંત્ર અવાજ ઉઠાવવો જરૂરી છે. સાથે જ તેમણે કહ્યું કે જ્યારે અપક્ષનો અવાજ ઊંચો થશે ત્યારે લોકોને લાગશે કે તે કોઈ પાર્ટીનો અવાજ નથી. મોદી સરકારને ઘેરતા સિબ્બલે કહ્યું કે અમે વિપક્ષમાં રહીને ગઠબંધન કરવા માંગીએ છીએ જે મોદી સરકારનો વિરોધ કરે છે. તેણે કહ્યું કે હું પોતે તેના માટે પ્રયત્ન કરીશ.
સિબ્બલે એમ પણ કહ્યું કે તેમને તમામ પક્ષોએ ટેકો આપ્યો છે. કપિલ સિબ્બલે પણ આઝમ ખાનના સમર્થન બદલ આભાર માન્યો હતો. તેમણે પોતે સ્પષ્ટ કર્યું કે તેઓ સપામાં સામેલ થવાના નથી, પરંતુ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. સિબ્બલે કહ્યું કે, હું ખુશ છું કે હું રાજ્યસભાનો સ્વતંત્ર ઉમેદવાર બનવા જઈ રહ્યો છું. હું હંમેશા આ દેશમાં સ્વતંત્ર અવાજ બનવા માંગતો હતો. મને ખુશી છે કે અખિલેશ યાદવ આ સમજી ગયા. જ્યારે આપણે પક્ષના સભ્યો હોઈએ છીએ, ત્યારે આપણે તેની શિસ્તથી બંધાયેલા હોઈએ છીએ.
કપિલ સિબ્બલે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સાથે લખનૌ સ્થિત વિધાનમંડળ પરિસર સ્થિત ટંડન હોલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે સમાજવાદીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સદસ્ય રામગોપાલ યાદવ પણ હાજર હતા. જ્યાં સિબ્બલે બન્નેની હાજરીમાં રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી.રાજ્યસભા ચૂંટણી માટે અરજી દાખલ કર્યા પછી કપિલ સિબ્બલે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે આજે મેં અપક્ષ ઉમેદવારી ભરી છે. હું અખિલેશ યાદવ, આઝમ ખાન અને પ્રોફેસર રામ ગોપાલ યાદવનો આભાર માનીશ. જેમણે ગત વખતે પણ મારી મદદ કરી હતી. હવે હું કોંગ્રેસનો સીનિયર લીડર રહ્યો નથી. હું ૧૬ મે ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યો છું. હું રાજ્યસભામાં યૂપીનો અવાજ કોઇપણ દળ વગર ઉઠાવતો રહીશ. દરેક અન્યાય સામે સદનમાં અવાજ બનતો રહીશ.
સિબ્બલને સમાજવાદી પાર્ટી તરફથી મોટું ઇનામ માનવામાં આવી રહ્યું છે. તે સુપ્રીમ કોર્ટમાં આઝમ ખાનના વકીલ છે. આઝમ ખાને મંગળવારે કહ્યું હતું કે જા પાર્ટી તેમને રાજ્યસભા મોકલશે તો સૌથી વધારે ખુશી તેમને થશે. આગામી રાજ્યસભા ચૂંટણીમાં સપાના કોટામાં ત્રણ સીટો આવી રહી છે.
અખિલેશ યાદવે આ વિશે કહ્યું કે કપિલ સિબ્બલ સપાના સમર્થનથી રાજ્યસભા જઈ રહ્યા છે. કપિલ સિબ્બલ વરિષ્ઠ વકીલ છે. તેમણે સંસદમાં પોતાની વાત બરોબર રાખી છે. અમને આશા છે કે સપા અને પોતાના પક્ષ સારી રીતે રાખશે. અમે આશા રાખીએ છીએ કે અમે અમારા અને એસપીના મંતવ્યો રાખીશું.” અખિલેશ યાદવે કહ્યું કે વધુ બે ઉમેદવારો પણ ટૂંક સમયમાં જ તેમના નામાંકન દાખલ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સપા ડિમ્પલ યાદવ અને જાવેદ અલીને પણ રાજ્યસભાની ટિકિટ આપી શકે છે.કોંગ્રેસે ઉદયપુરના ચિંતન શિબિરમાં તેના પુનરુત્થાન માટે યોજના બનાવી હતી, પરંતુ તે પછી પણ પાર્ટીને એક પછી એક મોટા રાજકીય આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.સુનીલ જાખડ બાદ હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે પણ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. કપિલ સિબ્બલે સપાનું સમર્થન જીત્યું છે. સિબ્બલ સપાના સમર્થનથી રાજ્યસભામાં પહોંચશે, જે કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવે છે.સબ્બલની ગણતરી કોંગ્રેસના મોટા નેતાઓમાં થતી હતી. કપિલ સિબ્બલ યુપીએ સરકાર દરમિયાન કેન્દ્રીય કાયદા મંત્રીથી લઈને માનવ સંશાધન વિકાસ મંત્રી સુધી રહી ચૂક્યા છે, પરંતુ લાંબા સમયથી કોંગ્રેસ નેતૃત્વથી નારાજ હતા. કપિલ સિબ્બલની ગણતરી એવા કોંગ્રેસના નેતાઓમાં થાય છે જેઓ પાર્ટીને સૌથી વધુ દાન આપતા હતા. આવી સ્થિતિમાં કપિલ સિબ્બલની વિદાયને કોંગ્રેસ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.કપિલ સિબ્બલની ગણતરી કોંગ્રેસના મોટા નેતાઓમાં થતી હતી. કપિલ સિબ્બલ યુપીએ સરકાર દરમિયાન કેન્દ્રીય કાયદા મંત્રીથી લઈને માનવ સંશાધન વિકાસ મંત્રી સુધી રહી ચૂક્યા છે, પરંતુ લાંબા સમયથી કોંગ્રેસ નેતૃત્વથી નારાજ હતા. કપિલ સિબ્બલની ગણતરી એવા કોંગ્રેસના નેતાઓમાં થાય છે જેઓ પાર્ટીને સૌથી વધુ દાન આપતા હતા. આવી સ્થિતિમાં કપિલ સિબ્બલની વિદાયને કોંગ્રેસ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. સિબ્બલ પંજાબી બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે અને દિલ્હીના રાજકારણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા માનવામાં આવે છે. તેમ છતાં કોંગ્રેસ કપિલ સિબ્બલને પોતાની સાથે ન રાખી શકી અને તેમણે પાર્ટીને અલવિદા કહી દીધું.