ધ કપિલ શર્મા શોના આગામી એપિસોડ મજેદાર થવાના છે. કપિલના શોમાં ઘણી વખત દિગ્ગજ કલાકારો પણ ગેસ્ટ તરીકે હાજરી આપે છે અને ચાહકો તેમને જાવા માટે આતુર હોય છે. થોડા દિવસ પહેલાં રણધીર કપૂર અને કરિશ્મા કપૂર શો પર આવ્યા હતા અને વ્યૂઅર્સને એ એપિસોડ બહુ ગમ્યો હતો. તો બીજી તરફ આવનારા એપિસોડમાં ૯૦ના દાયકાની ત્રણ સુપરસ્ટાર અભિનેત્રીઓ જૂહી ચાવલા, આયશા ઝુલ્કા અને મધુ જાવા મળશે. ત્રણેય સાથે કપિલ મજાકમસ્તી અને જાક્સથી દર્શકોને મજા કરાવશે. ત્રણ સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રીઓને સાથે જોઈને કપિલ શર્મા જાક પણ મારે છે કે ત્રણેયને કારણે ક્યાંક બ્યુટી ટેક્સ ન આપવો પડે. કપિલ શર્મા મધુ સાથે અરવિંદ સ્વામીની ૧૯૯૧માં આવેલી ફિલ્મ ‘રોર્ઝા અને ૨૦૨૧માં ‘થલાઈર્વીમાં બંનેની જાડીને લઈને મજાક કરે છે અને કહે છે કે, આટલું ઓરિજનલ પત્ની સાથ નથી આપતી જેટલો તેમણે આપ્યો. તો કીકૂ શારદા પણ આયશા ઝુલ્કાને ચીડવવામાં કોઈ કસર બાકી નથી રાખતો. પ્રોમોમાં દેખાય છે કે કોમેડિયન કીકૂ શારદા એક્ટ્રેસ આયશા ઝુલ્કાને બ્રીથ એનલાઈઝર મશીનમાં ફૂંક મારવાનું કહે છે. આ સાંભળીને કપિલ પૂછે છે આવું કેમ? તો કીકૂ કહે છે કે તેમની ફિલ્મનું એક ગીત હતું ‘પહેલા નશા. હું જાવા માગું છું કે નશો ઉતર્યો કે નહીં. એટલું જ નહીં, પ્રોમોમાં એ પણ જાવા મળ્યું છે કે કૃષ્ણા અભિષેક જૂહી ચાવલાને એક કુશન અને સોનાની ચેઈન ગિફ્ટ કરે છે. કપિલ જ્યારે આ અંગે પૂછે છે ત્યારે કૃષ્ણા અભિષેક કહે છે કે, મેં તેમને ‘મેરી નીંદ મેરા ચૈન મુઝે લૌટા ર્દો ગીતમાં જાઈ હતી એટલે હું આ લઈને આવ્યો. આ જાઈને ત્યાં બેઠેલાં ગેસ્ટ પોતાનું હસવું રોકી શક્યા ન હતા. ધ કપિલ શર્મા ર્શોના આવનારા એપિસોડમાં તાપસી પન્નુ પણ રશ્મિ રોકેટના પ્રમોશન માટે શોમાં આવશે અને કપિલ તેની સાથે પણ મસ્તી કરતો જાવા મળશે. તમને જણાવી દઈએ કે, ‘ધ કપિલ શર્મા ર્શો ફરી નવી સીઝન સાથે શરુ થયો છે અને તેની લોકપ્રિયતા યથાવત છે.