રાજ્યમાં અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અવાર નવાર જીવલેણ અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના એક ગામ નજીકથી કેનાલમાંથી એક કાર મળી આવી હતી. જ્યારે ગામના લોકોએ આ કારને પાણીમાંથી બહાર કાઢી ત્યારે કારની અંદર બે મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું. તેથી ગામલોકો દ્વારા આ સમગ્ર ઘટનાની જોણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે કારમાં રહેલા બે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ અનુસાર ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દહીઅપ ગામ નજીકથી નર્મદાની કેનાલ પસાર થઈ રહી છે. જ્યારે ગામના લોકો કેનાલની નજીકથી પસાર થતા હતા ત્યારે એક વ્યક્તિને કેનાલની અંદર કોઈ કાર પાણીમાં ડૂબી હોય તેવું દેખાયું હતું. તેથી આ વ્યક્તિએ સમગ્ર ઘટનાની જોણ આસપાસના સ્થાનિક લોકોને કરી હતી. તેથી સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. લોકોને કંઈક અજુગતું લાગતા તેમણે તરત જ આ ઘટનાની જોણ પોલીસને કરી હતી. તેથી કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે ગામના લોકોની મદદથી અને ક્રેનની મદદથી પાણીમાં તરી રહેલી સ્વીફ્ટ કારને બહાર કાઢી હતી.
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ સ્વીફ્ટ કાર અમદાવાદ પા‹સગની છે. જ્યારે પોલીસે આ કારને પાણીમાંથી બહાર કાઢી ત્યારે કારની અંદર ૨ મૃતદેહ જોવા મળ્યા હતા. તેથી પોલીસ દ્વારા આ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. કારમાં જે મૃતદેહ હતા તેમાં એક મૃતદેહ મહિલા અને એક મૃતદેહ પુરુષનો હોવાનું સામે આવ્યું હતું. જોકે આ બંને મૃતક પતિ પત્ની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને મૃત વ્યક્તિના પરિવારના સભ્યોની શોધખોળ શરૂ કરી છે આ ઉપરાંત પોલીસે કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે પણ કાર માલિક ની માહિતી મેળવવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.