પ્રશાંત મહાસાગરના નાનકડા ટાપુ દેશ સોલોમન આઈલેન્ડ પર હિંસા ફાટી નિકળી છે અને તેનુ કારણ છે ચીન. દેશના વડાપ્રધાનને હટાવવા માટે છેલ્લા કેટલાક સમયથી આંદોલન કરી રહેલા દેખાવકારો હિંસક બન્યા હતા અને તેમણે બુધવારે સંસદની એક બિલ્ડીંગ અને પોલીસ મથકને આગ ચાંપી દીધી હતી.ભારે હિંસાના પગલે પોલીસે રબર બુલેટ ફાયર કરવી પડી હતી અ્‌ને ટિયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા.સ્થિતિ પર કાબૂ મેળવવા માટે રાજધાનીમાં ૩૬ કલાકનુ લોકડાઉન લાગુ કરી દેવાયુ છે.સોલોમન ટાપુની સરકાર દ્વારા ૨૦૧૯માં તાઈવાન સાથેના સબંધો તોડ
ચીન સાથે સબંધોની શરુઆત કરવામાં આવી હતી અને તેના કારણે લોકોમાં ભારે ગુસ્સો હતો.બીજી તરફ ઘરઆંગણાની સમસ્યાઓના કારણે પણ લોકોમાં ગુસ્સો છે.દેશના પીએમ સોગાવરેએ કહ્યુ હતુ કે, લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને પાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.તે બહુ દુખદ બાબત છે.લોકડાઉન દરમિયાન હિંસા કરનારા લોકોની તપાસ કરવામાં આવશે. દેખાવકારોએ ઘણી દુકાનો પણ લૂંટી લીધી છે અને તેમાં ચીનના એક વ્યક્તિની દુકાનમાં પણ લૂંટફાટ કરાઈ હોવાનુ કહેવાઈ રહ્યુ છે.