કતારથી મોદી સરકારની મધ્યસ્થી દ્વારા આઠ પૂર્વ નેવી અધિકારીનો નિર્દોષ છુટકારો થતાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયાએ તમામને આવકારી હાર્દિક શુભકામનાઓ પાઠવી સાથે સાથે મોદી સરકારની ડિપ્લોમસી અને દુરંદેશી તથા કૂનેહના ભારોભાર વખાણ કર્યા હતા.
કતારમાં ભારતના આઠ પૂર્વ નેવી અધિકારીને પકડી જાસૂસીના ખોટા કેસમાં ફસાવીને ફાંસીની સજા ફટકારી દીધી હતી અને પછી મોદી સરકારની મધ્યસ્થીથી તેમની ફાંસીની સજા પહેલા આજીવન કેદમાં અને હવે નિર્દોષ છુટકારો શકય બન્યો. મોદી સરકારની આ કૂનેહ અને ડિપ્લોમસીને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયાએ આવકારી હતી અને મુક્ત થઈને સ્વદેશ પરત ફરતાં તમામને હાર્દિક અભિનંદન પણ પાઠવ્યા હતાં.