કડી વિધાનસભા બેઠક માટે ભાજપે નિરીક્ષકો મોકલી સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. ભાજપના દલિત નેતા-ધારાસભ્યો પોતાના માનીતાને ટિકીટ અપાવવા મથામણ કરી રહ્યાં છે. એક ગુજરાતી મહિલા સિંગરે પણ પોતાની દાવેદારી નોંધાવી હતી. સૂત્રો જણાવી રહ્યા છે કે આ દાવેદારોમાં ગુજરાતી લોકગાયક કાજલ મહેરિયાનું નામ પણ ચર્ચામાં છે. તેમણે કડી બેઠક માટે ભાજપમાંથી ટિકિટ માંગી છે અને જણાવ્યું છે કે, તેઓ છેલ્લા ૧૫-૨૦ વર્ષથી ભાજપ સાથે નિષ્ઠાપૂર્વક સંકળાયેલા છે. તેમની દાવેદારીએ ભાજપના આંતરિક વર્તુળોમાં રસ જગાવ્યો છે.
કડી વિધાનસભાની ચૂંટણીમાં લોક ગાયક કાજલ મહેરિયા પણ દાવેદારી કરી છે. કાજલ મહેરિયાએ જણાવ્યું હતું કે, રાજકારણમાં જઈને વધુ સેવા કરવાની ઈચ્છા છે. છેલ્લા ૨૦ વર્ષથી પાર્ટી સાથે જાડાયેલી છું. ગાયક તરીકે સેવા કરૂ છું, પણ રાજકારણમાં આવીને વધુ સેવા કરવા માગું છું. પાર્ટી મને મોકો આપશે તો વધુમાં વધુ લોકોની સેવા કરીશ. જાકે, દાવેદારોનો જાણે રાફડો ફાટ્યો હતો જે જાઈને નીરિક્ષકો પણ ચોંકી ઉઠ્યા હતાં. કડી બેઠક પર ગુજરાત કલાકાર હિતુ કનોડિયાનું નામ મોખરે છે જ્યારે વિસાવદર બેઠક પર આપમાંથી રાજીનામુ આપી કેસરિયો ખેસ ધારણ કરનારાં ભૂપત ભાયાણી અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાનું નામ ચર્ચાઇ રહ્યું છે. અત્યારે તો ભાજપ કોર્ને ટિકીટ આપશે તે મામલે રાજકીય અનુમાનો લગાવવામાં આવી રહ્યાં છે. જા ભાજપ આ બંને બેઠકો જીતે વિધાનસભામાં ધારાસભ્યોનું સંખ્યા બળ વધીને ૧૬૩ થઈ જશે.
ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સઘન સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી આ પ્રક્રિયામાં કુલ ૭૦ જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જે ટિકિટ મેળવવા માટેની આંતરિક સ્પર્ધાની તીવ્રતા દર્શાવે છે. આ પ્રક્રિયામાં કડી બેઠક માટે ભાજપના પ્રદેશ પ્રભારી તરીકે સુરેશ પટેલ અને દશરથ ઠાકોરને, જ્યારે સંયોજક-સહ સંયોજક તરીકે વિનોદ પટેલ અને હિમાંશુ ખમારને નિમાયા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યની બે વિધાનસભા બેઠકો વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ભારતનાં ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર ૧૯ જૂન, ૨૦૨૫ના રોજ મતદાન યોજાશે અને ૨૩ જૂનના રોજ મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે કડી વિધાનસભા બેઠક પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના અવસાનને કારણે ખાલી પડી છે. આ પેટાચૂંટણી આ બેઠકના રાજકીય ભવિષ્યનો નિર્ણય કરશે. હાલની સ્થિતિએ ભાજપ કે કોંગ્રેસ, બંને પક્ષો દ્વારા કોઈ પણ ઉમેદવારની પસંદગી જાહેર કરવામાં આવી નથી. બંને પક્ષોમાં દાવેદારોની સંખ્યા વધુ હોવાથી, ટિકિટ કોને મળશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. આગામી દિવસોમાં બંને પક્ષો દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવે તે પછી જ રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ બનશે અને આ પેટાચૂંટણીનું પરિણામ શું આવશે તે જાવું રસપ્રદ રહેશે.