રાજુલાના કડીયાળી ગામે રહેતા એક યુવકે તેને વગર વાંકે ગાળો આપી લાકડી વડે ફટકાર્યાની ફરિયાદ નોંધાવી હતી. નરેશભાઈ ભીખાભાઈ બગડાએ હિંમતભાઈ નારણભાઈ નાવર તથા ભાણીબેન સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ ગામમાંથી માવો ખાઈને ઘરે જતા હતા ત્યારે વગર વાંકે આરોપીઓએ ગાળો આપી હતી. ઉપરાંત લાકડી વડે મુંઢ ઈજા પહોંચાડી હતી.