રાજુલાના કડીયાળી ગામે રહેતી એક મહિલાને માથામાં ઉંધા કુહાડાનો ઘા મારવામાં આવ્યો હતો. તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે મણીબેન ખીમજીભાઈ ધાખડા (ઉ.વ.૫૫)એ ભીખાભાઈ બાવુભાઈ બગડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ ખેતરેથી ઘરે આવતા હતા અને આરોપીના ઘર પાસે પહોંચતા આરોપીને સારું નહીં લાગતા ગાળો બોલવા લાગ્યા હતા અને ઉંધા કુહાડાનો ઘા માથામાં મારી ઇજા કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.