જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે મકવાણા પરિવારના કુળદેવી શ્રી ગેલ અંબે માતાજીના પૌરાણિક મંદિરે ૧૩મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ચૈત્ર મહિનામાં અહીં માતાજીના પાટોત્સવ નિમિત્તે મહાયજ્ઞ યોજાય છે. આ વર્ષે શાસ્ત્રોક્ત વિધિ સાથે ૧૫૧ કુંડી યજ્ઞનું આયોજન કરાયું હતું.
આ ધાર્મિક મહોત્સવમાં દર્શન અને હવનના લાભાર્થે સૌરાષ્ટ્ર ઉપરાંત સુરત, અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. યજ્ઞના દિવસે સમગ્ર ગામમાં સ્વયંભૂ ‘ધુવાડા બંધ’ (એક જ રસોડે ભોજન) રાખવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં ગામના વિવિધ મંડળો અને મહિલા મંડળે ભારે જહેમત ઉઠાવી સેવા પૂરી પાડી હતી.









































