રાજુલાના કડીયાળી ગામે રહેતી એક યુવતીના લગ્ન મહારાષ્ટ્રના મુંબઈ ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્નજીવનના અઢી વર્ષ દરમિયાન સાસરિયાએ કરિયાવર તેમજ ઘરકામ મુદ્દે મેણાટોણા માર્યા હતા અને ગાળો બોલીને મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કાજલબેન અશ્વિનભાઈ જીતીયા (ઉ.વ.૨૫)એ પતિ અશ્વિનભાઈ રામજીભાઈ જીતીયા, દિયર નવનીતભાઈ રામજીભાઈ જીતીયા તથા સસરા રામજીભાઈ માયાભાઈ જીતીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના સાસરિયામાં અઢી વર્ષના લગ્નજીવન દરમિયાન પતિ, સસરા તથા દિયરે અવાર-નવાર શરીરે મુંઢમાર મારી કરિયાવર તથા ઘરકામ મુદ્દે મેણાટોણા મારી શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપી જેમ ફાવે તેમ બિભત્સ ગાળો બોલી તથા મારી નાખવાની ધમકી આપી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.બી. ઝીંઝાળા વધુ તપાસ કરી રહ્યા છે.