રાજુલાના કડીયાળી ખાતે આહીર સમાજની વાડીમાં રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ અને આહીર સમાજના અગ્રણી મીઠાભાઇ લાખણોત્રા દ્વારા રામદેવજી મહારાજનું આખ્યાન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હરસુરભાઇ લાખણોત્રા, અરજણભાઇ વાઘ, ગંભીરભાઈ બારૈયા, કરશનભાઇ જાલંધરા, ભૂપતભાઇ બારૈયા, વલ્લભભાઇ બાંભણીયા, જીલુભાઇ બારૈયા, ભાણાભાઇ બારૈયા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.