રાજુલાના કડીયાળી ગામના ફૌજી જવાન કુમારસિંહ બારૈયા બીએસએફની ટ્રેનિંગ માટે ગયા હતા. તેઓ ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી સહિતના આગેવાનોએ તેમને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા અને દેશસેવાના કાર્યમાં માતાજીના આશીર્વાદ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે જીલુભાઇ બારૈયા, ભૂપતભાઇ બારૈયા, જાલમસિંહ બારૈયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.