જાફરાબાદના કડિયાળી ગામે રહેતી યુવતીએ તેના ફળિયામાં આવતું ગટરનું ગંદુ પાણી રોકવા માટે આડી પાળી કરી હતી. જેને લઈ આરોપીઓને સારું નહીં લાગતાં ગાળો આપીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે ચકુબેન જગુભાઈ મકવાણા (ઉ.વ.૨૩)એ બાલાભાઈ મેઘાભાઈ, માલુબેન મેઘાભાઈ, મેઘાભાઈ તથા હંસાબેન બાલાભાઈ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની પડોશમાં રહેતા આરોપીના ઘરની ગટરનું ગંદુ પાણી તેમના ફળિયામાં આવતું હતું.
જેથી તેમણે આડી પાળ કરતાં સારું નહોતું લાગ્યું અને જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી પથ્થરનો છુટ્ટો ઘા માર્યો હતો. ઉપરાંત લાકડાના ધોકા વતી માર માર્યો હતો અને ધક્કો મારી પછાડી દીધી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.એમ.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.